Have you any question?

Call us : +91 70464 54442

Email us : stpaulspetrofils@gmail.com

Principal Message

આચાર્યનો સંદેશ

વ્હાલા વિધાથીઁમિત્રો,


          સેંટ પૉલ્સ સ્કૂલ અને ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ સ્વર્ગીય શ્રી બિશપ થોમસ માર એથેનાસિયસને યાદ કરીને હું આપ સૌનું શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં હાર્દિક સ્વાગત કરું છું.


          જીવનચકનો પાયો શિક્ષણ છે. સાથી વિચારસરણી જ જીવ, જગત અને માનવતાને સમજી શકે. માનવ સમાજને મૂલ્યવાન અને નિષ્ઠાવાન બનાવવો હોય તો શિક્ષણ ખૂબ જ જરૂરી છે. શિક્ષણ જ એક એવું માધ્યમ છે, જે સમાજમાં પરિવર્તન લાવી શકે છે. શિક્ષણ સારા-નરસા ની સમજ આપીને ખોટી માન્યતાઓ, અંધવિશ્વાસ, કુરિવાજો જેવા તમામ દુષણોને દૂર રાખવાનું મજબૂત માધ્યમ છે. તો ચાલો શિક્ષણ મેળવતાં-મેળવતાં જીવનને કેળવીએ અને સારી દોસ્તી-સારી ટેવો-સારા વિચારો-સારા કાર્યો કરવામાં જોડાઈએ જેથી આપણું, સમાજનું, દેશનું, વિશ્વનું અને માનવતાનું ભલું થાય. આપ સૌનું શિક્ષણરૂપી યજ્ઞામાં હાર્દિક સ્વાગત છે.


          આપને જણાવતાં મને આનંદ થાય છે કે “ધ્ર ટ્રસ્ટ ઓફ થ સોસાયટી ઑફ સેન્ટ બેસિલ' આ વર્ષે તેની સુવર્ણ જયંતિની ઉજવણી કરી રહ્યું છે. આ ટ્રસ્ટની સ્થાપના ૧૯૭૩ માં અમારા સ્થાપક પ્રમુખના વિઝન અને પ્રયત્નોથી ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાતના બાળકોને સારું શિક્ષણ આપવા માટે કરવામાં આવી હતી.


શ્રી રમેશ પરમાર

આચાર્ય

સેંટ પોલ્સ સ્કૂલ